
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે સાસરિયાંના ત્રાસથી પોતાના પિયર તિથવા ગામે રહેતી પરિણીતાએ મોરબી મહિલા પોલીસમાં પોતાના પતિ અને સાસુ-સસરા સહિત પાંચ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે પોતાના પિયરમાં રહેતાં ફરિયાદી નુસરતબેન જિયાઉદ્દીનભાઈ બાદીએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરીયા પક્ષના જીયાઉદ્દીન અબ્દુલભાઈ બાદી (પતિ), અબ્દુલભાઈ મામદભાઈ બાદી (સસરા), રોશનબેન અબ્દુલભાઈ બાદી (સાસુ), અશુલભાઈ મામદભાઈ બાદી (કાકાજી સસરા) અને જેનમબેન અલીભાઈ બાદી (કાકીજી સાસુ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમના સાસરિયાઓ દ્વારા ઘરકામ અને અન્ય નાની-નાની બાબતોમાં અવારનવાર વાંધો પાડી તેમને હેરાન-પરેશાન કરી એકબીજાને ખોટી ચડામણી કરી પરિણીતાને સતત મેણાટોણા મારી શારીરિક તેમજ માનસિક દુઃખ-ત્રાસ આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t






