Friday, April 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી જીવાદોરી કાપી....

    વાંકાનેર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી જીવાદોરી કાપી….

    વાંકાનેર રેલવે સ્ટેશન નજીક ગઇકાલે એક અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકીને પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાની કરુણ ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ તરફથી આવતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન હેઠળ અગમ્ય કારણોસર પડતું મૂકતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કમકમાટીભર્યું મોત થયું હતું….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે બપોરના સમયે વાંકાનેર રેલવે સ્ટેશન પહેલા કિ.મી. ૭૦૧/૨૯ પાસે આશરે ૪૦ વર્ષની ઉંમર ધરાવતા એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર રાજકોટથી આવતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન સામે ઝંપલાવતા ટ્રેનની ઠોકરે યુવાનને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરૂણ મોત થયું હતું….

    આ બનાવની જાણ થતાં જ વાંકાનેર રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી લાશને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે સઘન તપાસ શરૂ કરી છે માટે જો કોઈ વ્યક્તિને મૃતક અંગે મળે તો વાંકાનેર રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મોબાઈલ નંબર ૬૩૫૨૬ ૩૫૫૨૫ પર સંપર્ક કરવા જણાવાયું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!