વેપારી સંબંધો અને વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને છેતરપિંડી આચરવાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વાંકાનેર પંથકમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટના એક શખ્સે ડ્રાયફ્રૂટ્સના વ્યવસાયમાં રોકાણ કરીને ટૂંકા ગાળામાં મોટો નફો કમાવવાની લાલચ આપીને વાંકાનેરના એક યુવાન સાથે છ લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે….


બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના જૂની દાણાપીઠ રોડ પર આવેલી એક પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ફરિયાદી અયુબભાઈ ઈસ્માઈલભાઈ શેરશીયા (રહે. નવા કણકોટ)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી સબીરહુસૈન મોહમદભાઈ કાસમાણી (રહે. ન્યૂ ઘાંચીવાડ, રાજકોટ) વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી સબીરહુસૈને પહેલા અયુબભાઈ સાથે વ્યાપારી અને પારિવારિક સંબંધો કેળવી તેમનો વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ પોતાના કાજુ અને ડ્રાયફ્રૂટ્સના ધંધામાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી આરોપીની પેઢીમાં મોટું રોકાણ કરાવ્યું હતું…


જેમાં આરોપીએ પોતાની ‘ફાઈવસ્ટાર ડ્રાયફ્રુટ’ નામની પેઢીના AU સ્મોલ ફાઈનાન્સ બેંકના કરંટ એકાઉન્ટમાં તા. ૧૫/૦૬/૨૦૨૫ ના રોજ RTGS મારફતે રૂ. ૧,૦૦,૦૦૦ તથા તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ RTGS મારફતે રૂ. ૫,૦૦,૦૦૦ એમ કુલ છ લાખની રકમ મેળવી બાદ આજદિન સુધી નફાની રકમ તો દૂર, પરંતુ મૂળ રકમ પણ પરત ન કરતા અંતે અયુબભાઈને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવા અંગે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



