ગઇકાલે મળી આવેલ અજાણ્યા યુવકની લાશ મામલે હત્યાનો ગુનો નોંધાયો, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ….

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી ગઈકાલે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હોય, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનના શરીરે ઇજાઓના નિશાન મળી આવતા મૃતકની હત્યા કરાઇ હોવની આશંકાએ પોલીસે તપાસ શરૂ કયી લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને બેફામ માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવતા આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને પકડી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૮ના રોજ વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સિપરિયાળી સીમમાં અંદાજે ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષની લાશ નગ્ન અને ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવીને તેને વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો….


આ બનાવના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં મૃતકને લાકડી કે ધોકા જેવા હથિયારો વડે બેફામ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે ગંભીર ઇજાઓ પહોંચવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ આ મામલે પીએમ રિપોર્ટના આધારે સમથેરવા ગામના સરપંચ વિજયભાઈ ઉકેડીયાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં હત્યાની વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને આ ઘાતકી હત્યા પાછળના કારણો તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




