Thursday, April 9, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણી : ઢુવા અને ચિત્રાખડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ...

    વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણી : ઢુવા અને ચિત્રાખડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા…

    રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પણ તેજ બની છે. ગતરોજ બુધવારના દિવસે વાંકાનેર તાલુકા પંચાયતની ઢુવા અને ચિત્રાખડા બેઠક માટે કોંગ્રેસ પક્ષના બે ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો રજૂ કર્યા હતા….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે કોંગ્રેસ પક્ષ તરફથી કુલ બે મહિલા ઉમેદવારોએ પોતાના ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં ચિત્રાખડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કનુબેન સુરેશભાઈ ડાભીએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઢુવા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયશ્રીબેન વિપુલભાઈ રિબડીયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બંને ઉમેદવારોએ સ્થાનિક કોંગ્રેસના અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓની બહોળી ઉપસ્થિતિમાં ઉત્સાહભેર પોતાના ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાતાની સાથે જ આ બંને બેઠકો પર ચૂંટણી પ્રચાર અને રાજકીય માહોલ વધુ ગરમાયો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!