Wednesday, April 8, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલસ્ટર્લિંગ હોસ્પિટલ-રાજકોટ દ્વારા આગામી શનિવારે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન...

    સ્ટર્લિંગ હોસ્પિટલ-રાજકોટ દ્વારા આગામી શનિવારે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે….

    કેમ્પમાં મગજ તથા મુત્ર માર્ગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા અપાશે….

    રાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા વાંકાનેરની પીર મશાયખ સાર્વજનીક હોસ્પિટલ ખાતે આગામી શનિવારના રોજ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટર્લીંગ હોસ્પિટલના કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ ડો. પ્રતિકા શાહ (M.S. DNB, Urology) તથા કન્સલ્ટન્ટ ન્યુરો ફિઝિશિયન ડો. મિતુલ કાસુન્દ્રા (M.D. DM, Neurology) દ્વારા નીચે મુજબના રોગોનું સચોટ નિદાન કરવામાં આવશે, જેથી આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા દર્દીઓને જણાવાયું છે….

    કેમ્પમાં નીચે મુજબની તકલીફ ધરાવતા દર્દીઓનું નિદાન કરાશે…

    • કિડની તથા મુત્રમાર્ગમાં પથરી
    • પેશાબમાં લોહી પડવું
    • વારંવાર પેશાબ જવું..
    • પેશાબની ધાર ઓછી થઇ જવી
    • પેશાબની નળી સાંકળી થઇ જવી
    • પેશાબમાં બળતરા થવી
    • પ્રોસ્ટેટ ગ્રંથીની તકલીફ
    • વટિંગો (ચક્કર આવવા)
    • પાર્કિન્સન ડિસીઝ (કંપવા)
    • ચાલવાની આને ગાદીની તકલીફ
    • વાઈ અને આંચકીને લગતી સર્જરી
    • હાથ-પગની નસનો દુ:ખાવો,
    • મણકાના ફ્રેકચર તથા પેરાલિસિસ
    • કંપવા (ધ્રુજારી)ને લગતી સર્જરી

    કેમ્પની વિગતો…

    તારીખ : 11/04/2026, શનિવાર
    સમય : સવારે 10 થી બપોરે 12 સુધી…

     પીર મશાયખ હોસ્પિટલ 

    ધર્મચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર.

    વધુ માહિતી માટે સંપર્ક કરો…

    Phone : 02828 220344
    Mo. 95740 00691

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!