વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક આવેલા રાણેકપર ગામના તળાવમાં ગતરાત્રીના એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે…

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના તળાવમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મોરબી ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને અજાણ્યા પુરુષના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો.
ત્યારબાદ પોલીસે જરૂરી પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરી, લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાની વિગતો મળી રહી છે, હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





