વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કુલમાં ફરજ બજાવતા એક મહિલા શિક્ષિકાને શાળામાં ચાલુ નોકરીએ બે ઇસમો દ્વારા ફોનમાં વાતચીત કરવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે શિક્ષિકાએ આરોપીઓને પાઠ ભણાવવા માટે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કુલના માધ્યમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હીનાબેન મોહનભાઈ રોજાસરાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી પ્રદીપભાઈ ધાંધલ (રહે. મેસરીયા) અને ગભરૂભાઇ ખાચર (રહે. અજમેર, તા. વિંછીયા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગત ગુરુવારે શાળાએ ફરજ પર હોય દરમ્યાન આરોપી પ્રદીપભાઈ ધાંધલ ત્યાં આવી ગભરૂભાઈ ખાચર તેના સગા હોય, જેથી તેના ફોનમાંથી ગભરુભાઈને ફોન લગાવી ફરિયાદીને ફોનમાં વાત કરવા માટે દબાણ કરતા,

હીનાબેને વાત કરવાની સ્પષ્ટ ના પાડતા પ્રદીપે પોતાનો ફોન લાઉડસ્પીકર પર મૂકી દીધો હતો. જેમાં સામા છેડેથી ગભરુભાઈએ ધમકી આપતા કહ્યું હતું કે, “જો તું મારી સાથે વાત નહીં કરે તો તને તથા તારા પરિવારને વાહન અકસ્માતમાં અથવા ગમે તેમ કરીને પતાવી દઈશ.” આ સાંભળીને હીનાબેન ત્યાંથી જવા લાગ્યા ત્યારે પ્રદીપ પણ તેમની પાછળ ઓફિસની બહાર આવી અને “તમારે વાત તો કરવી જ પડશે નહીંતર તમને જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ હાલ આ બનાવમાં શિક્ષિકાએ બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt


