Tuesday, March 31, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારમાં તળાવોને સૌની યોજના અંતર્ગત નર્મદા નીરથી ભરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું....

    વાંકાનેર વિસ્તારમાં તળાવોને સૌની યોજના અંતર્ગત નર્મદા નીરથી ભરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું….

    વાંકાનેર તાલુકામાં છેવાડાના ગામો સુધી નર્મદાના નીર પહોંચાડવા માટે “સૌની યોજના” (લિંક-૩, પેકેજ-૩) અંતર્ગત પાઇપલાઇન દ્વારા તળાવો અને ચેકડેમો ભરવાના કામનું ખાતમુહૂર્ત વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોના સરપંચો , સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….

    આ યોજનાથી ચાંચડીયા, શેખરડી, રાતડીયા, કાનપર, મહિકા અને સરોડી ગામના વિવિધ તળાવો અને ચેકડેમોને નર્મદાના નીરથી ભરવામાં આવશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો અને પીવાના પાણીનો મોટો લાભ મળશે. આ પ્રસંગે જિજ્ઞાસાબેન મેરે રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, ત્રિવેણી-ઠાંગા સિંચાઈ યોજના હેઠળ મેસરીયા મહાલના વધુ સાત ગામોના તળાવોને પણ નર્મદા નીરથી ભરવાના કામને પણ મંજૂરી મળી ગઈ છે. અંતમાં તેમણે વર્ષોથી પાણીની અછત ભોગવતા આ વિસ્તારના લોકોને જળ સંચયને જીવનનું અભિન્ન અંગ બનાવવા અપીલ કરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!