વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર નર્સરી ચોકડી નજીક એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવતી કારના ચાલકે દર્શનાર્થે જતા વૃદ્ધ દંપતીના બાઈકને પાછળથી હડફેટે લેતા ૭૦ વર્ષીય વૃદ્ધનું ગંભીર ઈજાઓ પહોંચવાથી કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના પત્નીને ઈજાઓ પહોંચી હોવાની વિગતો મળી રહી છે…


બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર મામલતદાર કચેરી પાછળ આવેલ પંચશીલ સોસાયટીમાં રહેતા પરબતભાઇ જેહાભાઇ લામકાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૨૭ ના રોજ સવારે તેમના પિતા જેહાભાઇ નાજાભાઇ લામકા (ઉ.વ. ૭૦) અને માતા રખુબેન બાઇક લઈને વરડુસર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હોય, દરમ્યાન વાંકાનેર-મોરબી હાઇવે રોડ પર નર્સરી ચોકડી નજીક પુર ઝડપે આવતી કાર નં. GJ-03-MR-4827 ના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં જેહાભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જ્યારે પત્ની રખુબેનને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા….
આ ઘટના સંદર્ભે મૃતકના પુત્ર પરબતભાઇની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ-બી) તથા એમ.વી. એક્ટની કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




