Monday, March 30, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ડૂબી...

    વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત…

    વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અહીં વાડીમાં રહીને મજૂરી કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની માસૂમ દીકરીનું રમતા-રમતા પાણીની કુંડીમાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં છગનભાઇ શામજીભાઇ કાંજીયા નામના ખેડૂતની વાડીમાં રહી મજુરી કામ કરતા મધ્યપ્રદેશના વતની કલમભાઇ જામસીંગભાઈ ગુંડીયાની માત્ર દોઢ વર્ષની દીકરી નૈયા ગઇકાલે વાડીમાં આવેલી ઓરડી પાસે પોતાના અન્ય ભાઈ-બહેનો સાથે રમી રહી હોય, દરમ્યાન રમતા-રમતા નજીકમાં આવેલી પાણી ભરેલ કુંડીમાં અકસ્માતે નૈયા ખાબકતા પાણીમાં ડુબી જવાથી બાળકીનું કરુણ મૃત્યુ થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!