Monday, March 30, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર પોલીસની તવાઈ : ઓળ ગામે ખનીજચોરીના દરોડામાં...

    વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર પોલીસની તવાઈ : ઓળ ગામે ખનીજચોરીના દરોડામાં ₹ 4.10 કરોડનો મુદ્દામાલ જપ્ત….

    વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ચોરીના નેટવર્ક પર વાંકાનેર તાલુકા પોલીસે સપાટો બોલાવ્યો છે. ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર ખનન પર ત્રાટકીને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ડમ્પર તથા એક્સેવેટર મશીન સહિત કુલ રૂ. 4.10 કરોડનો માતબર મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસની આ મેગા ડ્રાઈવ અને કડક કાર્યવાહીના પગલે પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે….

    વાંકાનેર તાલુકા પોલીસ ટીમના આ દરોડા દરમ્યાન પોલીસે સ્થળ પરથી એક ટાટા કંપનીના ત્રણ ડમ્પર (રજી. નંબર GJ-36-X-9153, GJ-36-X-8804 તથા GJ-36-V-9949) અને એક સેની (SANY) કંપનીનું એક્સેવેટર મશીન સહિત કુલ રૂ. 4,10,00,000 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!