હાલમાં પડી રહેલા કાળઝાળ ઉનાળા અને દિવસેને દિવસે ઘટી રહેલા ભૂગર્ભ જળસ્તરને કારણે મનુષ્યોની સાથે અબોલ જીવો માટે પણ પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ત્યારે ગાય, આખલા અને કુતરાં જેવા મૂંગા પશુઓની તરસ છીપાવવા માટે વાંકાનેર ખાતે એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.

જેમાં શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા થોડા દિવસો પૂર્વે અબોલ જીવો માટે નાની તથા મોટી પાણીની કુંડીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જીવદયાના આ ભગીરથ કાર્યને વધુ ગતિ આપવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હરૂભા ઝાલા આગળ આવ્યા છે, જેમના જન્મદિવસ નિમિત્તે 25 પાણીની કુંડીઓનું વિશેષ અનુદાન આપવામાં આવ્યું હતું….
આ સેવાકીય કાર્યક્રમમાં અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. જેમાં ભાજપ પ્રદેશ સદસ્ય (વ્યાપાર સેલ) શૈલેષભાઈ ઠક્કર, જીલ્લા ભાજપ મહામંત્રી ચતુરભાઈ મકવાણા, વેલનાથ મિત્ર મંડળ (ધમલપર) તેમજ ગઢિયા હનુમાન મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને અબોલ જીવો માટેના આ કુંડી વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





