વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં એક પરિણીતા પોતાના બહેનના ઘરે આટો મારવા ગઈ હોવાની સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા પતિ તેમજ સાસુ-સસરાએ ભેગા મળીને પરિણીતા પર હુમલો કરી, ઢીકા-પાટુનો ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર પરિણીતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ત્રણેય સાસરિયાઓ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના નવાપરા શેરી નં. ૦૨ ખાતે રહેતા નિશાબેન બેચરભાઈ દેત્રોજા (ઉ.વ. ૨૧) ગત તા. ૨૨ માર્ચના રોજ બપોરે તેમના બહેનના ઘરે આટો મારવા માટે ગયા હોય જ્યાંથી રાત્રીના સમયે પોતાના ઘરે પરત ફરતા પતિ બેચરભાઈ હરેશભાઈ દેત્રોજા રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે, “મેં તને તારી બહેનના ઘરે જવાની ના પાડી છે, તો પણ તું શું કામ ત્યાં ગઈ હતી? ” આટલું કહીને પતિએ નિશાબેનને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી અને ઢીકા-પાટુનો બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું….

આ પારિવારિક કંકાસ વચ્ચે નિશાબેનના સાસુ પ્રભાબેન હરેશભાઈ દેત્રોજા અને સસરા હરેશભાઈ માનસિંગભાઈ દેત્રોજા પણ ત્યાં આવી પુત્રનો સાથ આપી નિશાબેનને માર મારીને શારીરિક ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ મામલે ઇજાગ્રસ્ત અને પીડિત નિશાબેનએ વાંકાનેર સીટી પોલીસમાં પતિ બેચરભાઈ, સસરા હરેશભાઈ અને સાસુ પ્રભાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





