વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક રાત્રિના સમયે એક અજાણ્યા કાર ચાલકે બાઈક સવાર ટ્રાન્સપોર્ટર યુવાનને પાછળથી અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે….


બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ૩૪ વર્ષીય નરેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા ગત ૧૫મી માર્ચના રોજ રાત્રીના સમયે પોતાનું બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યા હોય દરમિયાન હાઇવે પર વઘાસિયા ટોલનાકા પાસેથી પસાર થતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક અજાણી કારના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો…
આ અકસ્માતના બનાવમાં બાઈક સવાર નરેન્દ્રસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હાલ આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાનના ભાઈ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ ઝાલાએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



