આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ હવે એક્શન મોડમાં આવી ગઇ છે. ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે વાંકાનેર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મંગળવારે ખાસ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે….
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સેન્સ પ્રક્રિયા સાંજે ૪ થી ૫ દરમિયાન વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદાના કાર્યાલય ખાતે યોજાશે. વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો અને આગેવાનોને તેમના કાર્યકરો તથા ટેકેદારો સાથે આ પ્રક્રિયામાં હાજર રહેવા પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે. વિશેષમાં, આ સેન્સ પ્રક્રિયામાં નગરપાલિકાના જૂના સદસ્યોને ટિકિટ ફાળવણીમાં અગ્રતા આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે….

આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા અને દાવેદારોને સાંભળવા માટે કિશોરભાઈ ચીખલીયા (પ્રમુખ, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ), ડો. હેમાંગભાઈ વસાવડા (મોરબી જિલ્લા પ્રભારી), શકીલ પીરઝાદા (પ્રભારી, વાંકાનેર નગરપાલિકા), સંજયભાઈ લાખાણી (પ્રભારી, વાંકાનેર), અરવિંદભાઈ આંબલિયા (પ્રમુખ, વાંકાનેર શહેર કોંગ્રેસ સમિતિ) સહિતના ઉપસ્થિત રહેશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




