Sunday, March 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરથી દાહોદ-ગાગરડી રૂટની નવી એસ.ટી. બસનો શુભારંભ...

    વાંકાનેરથી દાહોદ-ગાગરડી રૂટની નવી એસ.ટી. બસનો શુભારંભ…

    ‘સલામત સવારી, એસ.ટી અમારી’ અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને સાર્થક કરતા ગુજરાત સરકાર દ્વારા વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડને વધુ એક નવી બસ ફાળવવામાં આવી છે, જે ‘વાંકાનેર-દાહોદ-ગાગરડી’ રૂટની નવી બસ સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે….

    આ નવી બસના લોકાર્પણ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને એસટી વિભાગના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યત્વે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનગીરી ગોસ્વામી, હર્ષિત સોમાણી, રમેશભાઈ વોરા, બ્રિજરાજસિંહ ઝાલા, જે.બી. મદ્રેસાનીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ નવી બસ સેવા શરૂ થવાથી વાંકાનેરથી પંચમહાલ અને દાહોદ તરફ જતા મુસાફરોને આવન-જાવનમાં ખૂબ જ મોટી સુવિધા મળી રહેશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!