Thursday, March 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાવાઝોડા, કમોસમી વરસાદ અને બરફના કરાથી બચવા શું કરવું ?, જાણો નાગરિકો...

    વાવાઝોડા, કમોસમી વરસાદ અને બરફના કરાથી બચવા શું કરવું ?, જાણો નાગરિકો માટે જરૂરી તકેદારીના પગલાં….

    સૌરાષ્ટ્રનાવિવિધ ભાગોમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો, કમોસમી વરસાદ (માવઠું), ભારે પવન અને બરફના કરા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવા અણધાર્યા હવામાનથી જાનમાલનું નુકસાન ન થાય તે માટે તંત્ર અને હવામાન વિભાગ દ્વારા નાગરિકોને ખાસ તકેદારી રાખવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આવી આપાતકાલીન પરિસ્થિતિમાં સુરક્ષિત રહેવા માટે નાગરિકોએ નીચે મુજબની ગાઇડલાઇન્સ અને તકેદારીના પગલાં અનુસરવા અત્યંત જરૂરી છે….

    ઘરમાં રહો અને સુરક્ષિત રહો…

    ~ વાવાઝોડું, વીજળીના કડાકા કે બરફના કરા પડતા હોય ત્યારે ઘરની બહાર નીકળવાનું ટાળો…
    ~ ઘરના બારી-બારણાં બરાબર બંધ રાખો અને કાચની બારીઓથી દૂર બેસવું, જેથી ભારે પવન કે કરાથી કાચ તૂટે તો ઈજા ન થાય…
    ~ જો તમે ઘરની બહાર હોવ તો તાત્કાલિક કોઈ પાકી ઇમારત કે મજબૂત છત નીચે આશરો લેવો…

    વીજળી અને ઉપકરણોથી સાવધાની…

    ~ તોફાની પવન અને વરસાદ સમયે ઇલેક્ટ્રિક થાંભલા, લટકતા તાર કે ટ્રાન્સફોર્મરથી દૂર રહેવું. તૂટેલા વાયરોને અડકવાનો પ્રયાસ ન કરવો.
    ~ વીજળી ચમકતી હોય ત્યારે ઘરમાં ટીવી, ફ્રિજ કે કમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની પ્લગ-પિન કાઢી લેવી અને તેનો ઉપયોગ ટાળવો.

    ખેડૂતો અને પશુપાલકો માટે ખાસ સૂચના…

    ~ પશુઓને ખુલ્લા મેદાનમાં કે ઝાડ નીચે ન બાંધવા. તેમને તાત્કાલિક સુરક્ષિત શેડ કે મકાનમાં ખસેડવા.
    ~ ખેડૂતોએ ખેતરમાં તૈયાર થયેલો પાક કે કાપણી કરેલો પાક ખુલ્લામાં રાખવાને બદલે ગોડાઉનમાં ખસેડવો અથવા તેને સારી ગુણવત્તાવાળી તાડપત્રીથી ઢાંકી દેવો. ખુલ્લામાં પડેલા અનાજ કે ખેતપેદાશોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.

    વાહન ચાલકો માટે જરૂરી પગલાં…

    ~ જો મુસાફરી દરમિયાન અચાનક કરા પડવા લાગે કે વાવાઝોડું આવે, તો વાહનની ગતિ ધીમી કરી દેવી.
    ~ હાઇવે પર કોઈ મજબૂત પુલ કે છત નીચે વાહન ઊભું રાખી દેવું.
    ~ ખાસ નોંધ : મોટા ઝાડ કે હોર્ડિંગ્સ (જાહેરાતના બોર્ડ) નીચે ક્યારેય વાહન પાર્ક ન કરવું, કારણ કે ભારે પવનમાં તે પડવાની અને જીવલેણ અકસ્માત થવાની પૂરી શક્યતા છે.

    ~ સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પર ધ્યાન ન આપવું. હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સૂચનાઓનું જ પાલન કરવું….

    કુદરતી આફતો અટકાવવી આપણા હાથમાં નથી, પરંતુ યોગ્ય સમયે લીધેલી થોડી સાવચેતી મોટા નુકસાનથી બચાવી શકે છે. સલામતીને પ્રાથમિકતા આપો અને અન્ય લોકોને પણ આ માહિતી પહોંચાડીને જાગૃત કરો…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!