વાંકાનેર શહેરમાંથી એક અત્યંત કરુણ અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના ભરવાડપરા વિસ્તારની શેરી નં. ૭ ખાતે રહેતી રૂપલબેન અવધભાઈ સરૈયા (ઉં.વ. ૨૮) નામની પરિણીતાએ બે દિવસ પૂર્વે પોતાના ઘરે એસિડ પી જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી….
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મૃતક રૂપલબેનને તેના સાસરીયાઓ દ્વારા અવારનવાર કરીયાવર બાબતે મેણા-ટોણા મારી શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોય જેમાં સતત દુઃખ અને હેરાનગતિથી કંટાળીને રૂપલબેને અંતિમ પગલું ભરી લેતા આ મામલે મૃતકના ભાઈ મુનાભાઈ રાણાભાઈ સાટકા (રહે. જડેશ્વર-કોઠારીયા, તા. વાંકાનેર) દ્વારા વાંકાનેર પોલીસમાં મૃતકના પતિ અવધભાઈ ભુપતભાઈ સરૈયા, સસરા ભુપતભાઈ ગાંડુભાઈ સરૈયા અને સાસુ હર્ષાબેન ભુપતભાઈ સરૈયા (રહે. બધા ભરવાડપરા, વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




