વાંકાનેર-કુવાડવા રોડ પર ગતરાત્રીના અગીયાર વાગ્યાની આસપાસ ખીજડીયા ગામના બોર્ડ પાસે ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક અલ્ટો કાર ધડાકાભેર ટ્રક પાછળ ઘુસી જતા સર્જાયેલ અકસ્માતમાં અગાભી પીપળીયા ગામના ક્ષત્રિય યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-કુવાડવા રોડ પર ગતરાત્રીના ખીજડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતી એક અલ્ટો કાર નં. GJ 36 R 1494 ધડાકાભેર આગળ જતાં ટ્રક પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતના બનાવમાં કાર ચાલક પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા (ઉ.વ. ૩૬, રહે.અગાભી પીપળીયા) નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા. યુવાનના અકાળે અવસાનથી અગાભી પીપળીયા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




