વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારના રહીશોને લાંબા સમયથી ગંદકી અને ઉભરાતી ગટરોની સમસ્યા મામલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હોય, જેના પગલે નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે….


વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાન પાસે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા હોય તેમજ માર્ગો પર ગંદકીના ગંજ ખડકાયા હતા, જેના કારણે સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોય, જે મામલે આજરોજ સ્થાનિક કોર્પોરેટર અને શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોય, જેને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નવાપરા વિસ્તારમાં ગટરની સફાઇ અને જમા થયેલો કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



