આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ નબળી પડતી જાય છે. ખાસ કરીને ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના રાજીનામા બાદ પાર્ટીમાં અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે, જેના પગલે અનેક કાર્યકર્તાઓ અને હોદેદારો આપમાંથી રાજીનામાં આપી ભાજપ તથા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે….
આ જ વિપરીત પરિસ્થિતિનો પડઘો વાંકાનેર પંથકમાં પણ જોવા મળ્યો છે, જેમાં મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી સંભાળતાની સાથે જ ચતુરભાઈ મકવાણાના પ્રયાસોથી વાંકાનેર પંથકમાં આપને વધુ એક ફટકો પડ્યો છે. વાંકાનેર વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી ભૂપત લુંભાણી તથા જયેશ ધોળકિયા, જિલ્લા સહ-પ્રભારી ધીરજ ધોરિયા,

તાલુકા પ્રભારી મુન્નાભાઈ સાપરા તેમજ ભરત લુંભાણી સહિત પાંચ આગેવાનોએ આપમાંથી રાજીનામું આપી ગઇકાલે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જયંતિભાઈ રાજકોટીયા, કેશરીદેવસિંહ ઝાલા, મોહનભાઈ કુંડારીયા સહિતના ભાજપ અગ્રણીઓના હાથે કેસરિયો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. આ રાજીનામા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી માટે વાંકાનેર પંથકમાં સંગઠનાત્મક રીતે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



