
ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની હોય તે પૂર્વે જ ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં કાર્યરત તાલુકા વિકાસ અધિકારીઓ(TDO)ની સામુહિક બદલી કરવામાં આવી છે. આ હુકમથી કુલ 59 TDO ની બદલી કરવામાં આવી છે….
આ બદલીના ભાગરૂપે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પાયલબેન ભરતભાઈ ચૌધરીની પણ બદલી કરી તેમને ચિટનીશ, ગ્રામ વિકાસ કમિશનરશ્રીની કચેરી-ગાંધીનગર ખાતે નિમણૂક આપવામાં આવી છે. તેમની બદલી થતાં હાલ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીનું પદ ખાલી પડ્યું છે, જેને લઈને તાલુકાની વહીવટી કામગીરી પર તાત્કાલિક અસર પડી હોવાનું જણાઈ રહ્યું છે…

અગાઉના ટીડીઓની રાજકીય બદલી બાદ લાંબા સમય સુધી ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવેલ હોય, જે બાદ નવા ટીડીઓની નિમણૂકથી ખાલી જગ્યા પુરાયાના ટુંકા સમયમાં જ ફરી વાંકાનેર તાલુકામાં TDO પદ ખાલી પડતા વહિવટી કામગીરી ધીમી પડવાની સંભાવના હોય, જ્યારે હવે સરકાર તરફથી નવા TDOની નિમણૂક ક્યારે થાય છે તે અંગે સૌની નજર ટકેલી છે. આ સાથે જ ટંકારા તાલુકા વિકાસ અધિકારીની ખાલી પડેલ જગ્યાએ પડધરી-રાજકોટથી ગૌતમકુમાર પ્રભુલાલ ભિમાણીની નિમણૂક કરવામાં આવી છે.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



