Monday, April 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં ગેરકાયદેસર લક્કી ડ્રો નું આયોજન કરી છેતરપિંડી કરતાં 13 ઈસમો વિરુદ્ધ...

    વાંકાનેરમાં ગેરકાયદેસર લક્કી ડ્રો નું આયોજન કરી છેતરપિંડી કરતાં 13 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો….

    વાંકાનેર વિસ્તારમાં લક્કી ડ્રોના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં લોભામણી જાહેરાતો આપી કોઈપણ પ્રકારના લાયસન્સ કે કાયદેસર આધાર વગર ખોટાં લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, જે મામલે પોલીસે 13 ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…..

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી જય શ્રી મેલડી માતાજીના નવનિર્માણ મંદિર, દાધોળિયા (તા. મુળી, જી. સુરેન્દ્રનગર) ના નામે લકી ડ્રો યોજી લોકો પાસેથી ટિકિટો વેચવામાં આવી રહી હોય, જે મામલો વાંકાનેર સીટી પોલીસ મથક સુધી પહોંચતા આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હાલ કુલ 13 જેટલા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે…

    આ મામલે પોલીસે વાંકાનેરની નર્સરી ચોકડી નજીક રોડ ઉપર ગેરકાયદેસર ટીકીટનું વેચાણ કરતાં સનાભાઇ હરજીભાઇ મકવાણાને ઝડપી તપાસનો ધમધમાટ શરૂ કરતા જય શ્રી મેલડી માતાજીના નવિનિર્માણ મંદીર દાધોળીયા તા.મુળી જી. સુરેન્દ્રનગર લક્કી ડ્રોના આયોજક આરોપી ૧). જુગાભાઇ, ૨) સુરાભાઇ, ૩) રમેશભાઇ, ૪) શિવાભાઈ, ૫) વિપુલભાઇ, ૬) પ્રવિણભાઇ, ૭) મેરાભાઈ અને ૮) વિષ્ણુભાઇ તેમછ જય શ્રી મેલડીમાં ગ્રુપ-આણંદપરના આયોજક ૧) ભરતભાઇ એચ. ડાભી, ૨) ભરભાઇ એમ. વાઘેલા, ૩) મહિપતભાઇ જી. ડાભી, ૪) રોહિતભાઇ એમ. વાઘેલા સહિત કુલ 13 ઇસમો જેઓ મંદીરના લાભાર્થે ગેર કાયદેસર રીતે ટીકીટો છપાવી લોભામણી જાહેરાતો કરી છેતરપિંડી કરતા હોય, તમામ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!