Monday, February 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના પલાસડી ગામે ઘરે ફળીયામાં પાણીની મોટરમાં ઇલેક્ટ્રિક શોક લાગવાથી મહિલાનું...

    વાંકાનેર તાલુકાના પલાસડી ગામે ઘરે ફળીયામાં પાણીની મોટરમાં ઇલેક્ટ્રિક શોક લાગવાથી મહિલાનું મોત…

    વાંકાનેર તાલુકાના પલાસડી ગામે દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં ગામમાં રહેતા પાર્વતીબેન નરેન્દ્રભાઇ પરમાર (ઉંમર ૩૭) નામની મહિલાનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી કરુણ મોત નિપજ્યું છે.

    આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, પાર્વતીબેન પોતાના ઘરે ફળીયામાં પાણી ચડાવવા માટે લગાવેલી મોટરને અડતા અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. શોકની તીવ્ર અસરથી તેઓ ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. પરિવારજનો દ્વારા તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!