
વાંકાનેર તાલુકાના રાતીદેવરી–કોઠારીયા રોડ પર વડસર તળાવ પાસેથી પોલીસે બાઇકમાં દેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ બે શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે, જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે અહીંથી ડબલ સવારીમાં પસાર થતા હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક નં. GJ-36-J-9624ને રોકી તલાસી લેતા આરોપી મનોહરસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા (ઉ.વ. ૫૨, રહે. દિગ્વિજયનગર પેડક, ગંજીવાડા, વાંકાનેર) તેમજ જીવરાજભાઇ નરશીભાઇ તાવીયા (ઉ.વ. ૬૪, રહે. કુંભારપરા, રામાપીરના મંદિર પાસે, વાડી વિસ્તાર, વાંકાનેર)ને પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં દેશી દારૂનો જથ્થો તથા વાહન કબ્જે કરી આરોપીઓ સામે પ્રોહિબિશન કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




