વાંકાનેર બાઉન્ડ્રી પેટ્રોલ પંપ પાસે સામાન્ય બાબતમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં સાઇડ કાપવા માટે એક ઈકો ચાલકે અન્ય ઇકો ચાલકને બે-ત્રણ વાર હોર્ન વગાડ્યા હોય, જેનો ખાર રાખી ઇકો ચાલક પર બે ઈસમોએ હુમલો કરી માર મારતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી ઈશ્વરભાઇ દેવશીભાઇ હણ (ઉ.વ. ૩૪, રહે. નાના માત્રા, તા. વિછીંયા)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ભરતભાઇ રામભાઇ ખટાણા (રહે.કાળાસર, તા. ચોટીલા) તથા એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તેમની કાકીની દીકરીઓ તથા બેનપણીઓ સાથે મેસરીયા આપ ઝાલાની જગ્યાએ દર્શન કરી પોતાની ઇકો કાર લઈને પરત ફરી રહ્યા હોય, ત્યારે આરોપી ભરતભાઇ પોતાની ઇકો કાર નં. GJ-13-AB-1677 લઈને આગળ જઈ રહ્યા હતા.

દરમિયાન ફરીયાદીએ સાઇડ કાપવા માટે બે-ત્રણ વખત હોર્ન મારી આગળ નીકળી ગયા હતા. આ વાતનો ખાર રાખી આરોપી તથા એક અજાણ્યા ઇસમએ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગમારા પેટ્રોલ પંપ પાસે ફરીયાદીની ઇકો ગાડી ઊભી હોવાનું જોઈ ત્યાં જઈ ગાળાગાળી કરી ફરીયાદીને ઝાપટો મારી, લોખંડના પાઈપથી બેફામ માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




