વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ ફ્યુચર રીફેક્ટરી સામેની અવાવરૂ જગ્યામાં એક પરણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘટનાની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી….
આ બનાવમાં મૃતક મહિલાનું નામ લલીતાબેન અક્ષયભાઇ ભુરાભાઇ દેવધા (ઉ.વ.૨૧, રહે.હાલ ફયુચર રીફરેકટરી, મુળ રહે.લીંબધાબરા તા.જી. દાહોદ) હોય, જેનો લગ્ન સમય સાત વર્ષનો હોય દરમ્યાન તેમણે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આત્મહત્યાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





