
પદવીદાન સાથે જશ્ને રીદા-એ-ફઝીલત વ તાલીમ નિશ્વા કોન્ફરન્સનું સુંદર આયોજન…

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે આવેલ જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત દીકરીઓના મદ્રાસમાં અભ્યાસ કરી આલીમાનો કોર્સ પૂર્ણ કરનાર 17 દીકરીઓ તેમજ કારિયાહ કોર્ષ પૂર્ણ કરનાર 15 દીકરીઓને પદવી એનાયત કરવાના પ્રસંગે આગામી રવિવારે જશ્ને રીદા એ ફઝીલત વ તાલીમ નિશ્વા કોન્ફરન્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોય,

જેમાં આ તકે ખાસ સુન્ની સંપ્રદાયના વડા રાજસ્થાનના વતની હજરત મૌલાના ખાલીદ અયુબ મિસબાહી તથા પ્રોફેસર સમશીર અલી મિસબાહી ખાસ પધારી તેમના દ્વારા આ તમામ દિકરોઓને ખાસ સન્માનિત કરવામાં આવશે. આ તકે ઉપસ્થિત મહેમાનો દ્વારા વિશેષ તકરીર બયાનનું આયોજન કરાયું હોય, જેથી આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા સમગ્ર પંથકના સુન્ની મુસ્લિમ બિરાદરોને આમંત્રણ આપવામાં આવ્યું છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt


