
વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ ક્રુશો ગ્રેનિટો નામની સિરામિક ફેકટરીમાં થયેલી તોડફોડ અને મશીનરી સહિતની વસ્તુઓ સાથે લઈ જવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય, જે તમામ આરોપીઓએ જામીન માટે વાંકાનેર કોર્ટમાં અરજી કરતાં નામદાર કોર્ટ દ્વારા દસેય આરોપીઓના જામીન મંજુર કરવા હુકમ કર્યો છે….
આ બનાવમાં નામદાર કોર્ટ દ્વારા આરોપી ભીષ્મ રાજવલી પાંડે, પ્રકાશભાઈ કાનાભાઈ સરૈયા, હીરાલાલભાઈ જગદીશભાઈ પરમાર, માંગીરામ જયપાલ પંધાલ, ચન્દ્રભુષણ બચુભાઈ જેસ્વાલ, સદામભાઈ અયુબભાઈ શાહમદાર, અકબરભાઈ સલીમભાઈ શાહમદાર, કામીલશા ઉર્ફે કાળુભાઈ અબ્દુલકરીમ બાનવઆ, શશીપ્રકાશસિંગ દસરથસિંગ ક્ષત્રીય અને સોમુકુમાર વીરેન્દ્ર રામએ વાંકાનેર કોર્ટમાં જામીન માટે અરજી કરતાં નામદાર કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે વકીલ તરીકે વાંકાનેર બાર એસોસિયનના પ્રમુખ મયુરસિંહ પરમાર, સિનિયર એડવોકેટ ભગીરથસિંહ જાડેજા, વિજય બાંભવા, યોગીરાજસિંહ ઝાલા, મિતુલ ખરગીયા અને વૈશાલીબેન મહેતા રોકાયેલા હતા….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





