વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ ક્રુશો ગ્રેનિટો નામની સિરામિક ફેકટરીમાં થયેલી તોડફોડ અને મશીનરી સહિતની વસ્તુઓ સાથે લઈ જવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વાંકાનેર પોલીસે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે….


બનાવની વિગત જણાવતા ડીવાયએસપી એસ. એચ. સારડાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ બપોરે 2 થી 5-30 વાગ્યાની વચ્ચે વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં આવેલ આનંદ રમેશભાઈ વાઘડીયાના સિરામિક કારખાનામાં તોડફોડ કરી ૧૨ ઇસમો કેટલીક વસ્તુઓ સાથે લઈ ગયા હોય, જેમાં કારખાનાના ભાગીદાર ભીષ્મભાઈ પાંડે અને શશીકાંતભાઈને અન્ય ભાગીદાર આનંદ કૈલા નામના વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના હોય, માટે બંધ રહેલા કારખાનામાં ઘુસી જઈ તોડફોડ કરી હતી અને અમુક વસ્તુઓ સાથે લઈ ગયા હતા. ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ અને બીજા આઠ-દસ ભાડુતી માણસો રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો…

આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે આરોપી ૧). ભીષ્મ રાજવલી પાંડે (ઉ.વ. ૩૮, રહે. હાલ મોરબી, મુળ ઉતરપ્રદેશ), ૨). પ્રકાશભાઈ કાનાભાઈ સરૈયા (ઉ.વ. ૩૨, રહે. ભરવાડપરા, વાંકાનેર), ૩). હીરાલાલભાઈ જગદીશભાઈ પરમાર (ઉ.વ. ૩૪, રહે. મોરબી), ૪). માંગીરામ જયપાલ પંધાલ (ઉ.વ. ૩૯, રહે. હાલ મકનસર, મુળ રાજસ્થાન), ૫). ચન્દ્રભુષણ બચુભાઈ જેસ્વાલ (ઉ.વ. ૨૮, રહે હાલ મકનસર, મળ ઉતરપ્રદેશ),

૬). સદામભાઈ અયુબભાઈ શાહમદાર (ઉ.વ. ૨૬), ૭). અકબરભાઈ સલીમભાઈ શાહમદાર (ઉ.વ. ૩૧), ૮). કામીલશા ઉર્ફે કાળુભાઈ અબ્દુલકરીમ બાનવા (ઉ.વ. ૨૭, રહે. ત્રણેય દાતાર પીરની દરગાહ પાછળ, વાંકાનેર), ૯). શશીપ્રકાશસિંગ દસરથસિંગ ક્ષત્રીય (ઉ.વ. ૩૧, રહે. મોરબી) અને ૧૦). સોમુકુમાર વીરેન્દ્ર રામ (ઉ.વ. ૧૯, રહે. હાલ પાનેલી રોડ, મોરબી, મુળ રહે. બિહાર)ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….



