
વાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે આજરોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ તથા ટ્રાફિક પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ તથા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સમજૂતી આપવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતી આપી માર્ગ અકસ્માતના ટાળવા રાખવાની સાવચેતી તથા અકસ્માતગ્રસ્તોની મદદ કરવા માટે સમજણ આપી સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો….


આ તકે વાંકાનેર સિટી પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા, અજીતસિંહ, કોન્સ્ટેબલ દિનેશભાઈ સોલંકી, દિવ્યરાજસિંહ ઝાલા, સોયબભાઈ અજમાત્ર તથા ટીઆરબી નિજામુદીન શેરસીયા તથા ટ્રસ્ટી આબીદભાઈ ગઢવાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા….




