
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક રોડ પરથી પોલીસે આરોપી પરવેજભાઈ અબ્દુલભાઈ વકાલીયાને પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી (માંજો) નંગ ૦૨ (કીમત રૂ. ૨૦૦) સાથે ઝડપી પાડી જાહેર જગ્યામાં પ્રતિબંધિત ચીજવસ્તુ રાખી જાહેરનામાનો ભંગ કરતા આરોપી સામે સંબંધિત કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે…

ચાઈનીઝ માંજોનો ઉપયોગ માનવજીવન તથા પક્ષીઓ માટે જોખમકારક હોવાથી તેના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં આવી હરકત કરવામાં આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…




