વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલા તોફીકભાઇની વાડીમાં રહી ખેતમજૂરી કામ કરતી મધ્યપ્રદેશની વતની સગીરાએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હોય, જ્યાં તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે….


બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ગત ગત તા. ૦૬/૧૨ની સાંજના સમયે વાંકાનેરના રાતીદેવરી ગામની સીમમાં વાડીએ જયાબેન રાકેશભાઇ ડાવર (ઉંમર ૧૬ વર્ષ, રહે. રામપુર થાના, ધાનનોદ, તા. ધરમપુરી, જી. ધાર – મધ્યપ્રદેશ) નામની સગીરાએ કોઈ અજ્ઞાત કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જોકે સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મધ્યપ્રદેશના કોતવાલી પોલીસ સ્ટેશન ખાતેથી સમીરાના અકસ્માત મોતના કાગળો મળતા વાંકાનેર સીટી પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




