
વાંકાનેર તાલુકાના માટેલ–અમરધામ રોડ ઉપર જાહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી (માંજો) સાથે એક ઇસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના માટેલ-અમરધામ રોડ પરથી પોલીસે આરોપી મનજીભાઈ જેસીંગભાઈ સરાવાડીયાને પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી (માંજો) નંગ ૦૧ (કીમત રૂ. ૧૦૦) સાથે ઝડપી પાડી જાહેર જગ્યામાં પ્રતિબંધિત ચીજવસ્તુ રાખી જાહેરનામાનો ભંગ કરતા આરોપી સામે સંબંધિત કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે…
ચાઈનીઝ માંજોનો ઉપયોગ માનવજીવન તથા પક્ષીઓ માટે જોખમકારક હોવાથી તેના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં આવી હરકત કરવામાં આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



