
નવાગામ-બામણબોરથી ચોટીલ દવા છાંટવાનો પંપ રિપેર કરવા જતાં બે ખેડૂતોને નડ્યો અકસ્માત, પોલીસ ફરિયાદ નોંધાઈ…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક નવાગામ-બામણબોર ખાતેથી ડબલ સવારી બાઇકમાં ચોટીલા ખાતે દવા છાંટવાનો પંપ રિપેર કરાવવા માટે જતાં બે ખેડૂતોને અકસ્માત નડ્યો હતો, જેમાં પુરઝડપે આવતી એક અર્ટીગા કારના ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હોય, જેથી આ મામલે કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી વશરામભાઇ રણછોડભાઇ બાવળીયા (રહે. નવાગામ-બામણબોર)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા સાહેદ પંકજભાઈ તેમના સ્પ્લેન્ડર બાઇક પર ચોટીલા ખાતે દવા છાંટવાનો પંપ રીપેરીંગ કરાવવા માટે જઈ રહ્યા હોય દરમિયાન સુગર સ્પાઇસથી આગળ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ડિવાઇડરની કટમાંથી ચોટીલા તરફ જવા રોડ ક્રોસ કરી રહ્યા હોય, ત્યારે ચોટીલા તરફથી પુરઝડપે આવતી અર્ટીકા કાર નં. GJ 01 WS 6220ના ચાલકે બેદરકારી પૂર્વક તેમના બાઇકને પાછળના ઠોકરે ચડાવી અકસ્માત સર્જતા ફરીયાદી તથા સાહેદને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….



