
વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ રાતીદેવરી ગામ પાસે મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે સંગમ વોટરપાર્ક સામે રોડ પરથી પસાર થતા એક આઇસર વાહનને રોકી તલાસી લેતા આઇસરમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનો ખુલાસો થતાં, પોલીસે 4944 નંગ વિદેશી દારૂના ચપલા સહિત રૂ. 22.28 લાખનાં મુદ્દામાલ સાથે બે ઇસમોને સ્થળ પરથી ઝડપી લીધા છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાદ મહિનાના આધારે વાકાનેરના જડેશ્વર રોડ પર આવેલ રાતીદેવરી ગામ નજીક સંગમ વોટરપાર્ક એન્ડ રેસ્ટોરન્ટ સામે રોડ પરથી પસાર થતા બંધ બોડીના આઇસર વાહન નં. GJ 03 BY 1451 ને રોકી તલાસી લેતા આઇસરમાં પાછળના ભાગે પુઠાના બોક્સની આડમાં ડ્રાઇવર કેબિન પાછળ આઇસરની બોડીમાં ચોરખાનું બનાવી છુપાવી લઇ જતા વિદેશી દારૂના 180 મીલીના 4944 નંગ ચપલાનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસે આ બનાવમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાના ગુનામાં સ્થળ પરથી આરોપી ૧). સબ્બીર ઉર્ફે સબ્બો કાસમભાઈ જામ અને ૨). સોયબ ઉમરભાઈ જામ (ઉ.વ. ૪૦, રહે. બંને ધ્રાંગધ્રા)ને વિદેશી દારૂ, આઇસર, મોબાઇલ સહિત કુલ રૂ. 22,28,078 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લીધા હતા. જ્યારે બંને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય આરોપી મેહુલભાઈ ગોવિંદભાઈ સાબરીયા (રહે. થાનગઢ) નું નામ ખુલતા ત્રણેય ઇસમો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




