Sunday, December 28, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી...

    વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ…

    વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કોંગ્રેસ પક્ષના 141માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….

    આ કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસ ધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાય કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના ઇતિહાસ, સ્વતંત્રતા આંદોલનમાં પક્ષના યોગદાન તથા લોકશાહી મૂલ્યોની રક્ષા માટે કોંગ્રેસે આપેલા બલિદાનો અંગે આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા….

    આગેવાનોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા દેશની એકતા, સામાજિક ન્યાય અને જનહિતના મુદ્દાઓ માટે લડતો રહ્યો છે અને આવનારા સમયમાં પણ પ્રજાના પ્રશ્નોને લઇ સંઘર્ષ ચાલુ રાખશે. કાર્યક્રમ દરમ્યાન કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા પક્ષની નીતિઓને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો…

    આ તકે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, શહેર પ્રમુખ અરવિંદભાઈ આંબલીયા, જીલ્લા પંચાયત સદસ્ય હરદેવસિંહ જાડેજા, કરશનભાઈ લુંભાણી, એપીએમસી ચેરમેન ગુલામભાઈ પરાસરા, વા. ચેરમેન નાથાભાઈ ગોરીયા, તાલુકા પંચાયત સદસ્ય યાકુબભાઈ સંજર, ઉસ્માનભાઈ માથકીયા, યુનુસભાઈ શેરસીયા તેમૃ કોંગ્રેસ અગ્રણી નારણભાઈ કેરવાડીયા, પાંચાભાઈ ધરજીયા, ડો. રૂકમુદ્દીન, ફારૂકભાઈ કડીવાર, જોશનાબેન રાઠોડ, રમેશભાઈ પબતાણી, દાનાભાઈ ઝરવરીયા, આબીદભાઈ ગઢવારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!