
વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર ઉમિયા વે બ્રીજ સામે રોડ પરથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં બે યુવાનોને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર ઉમિયા વે બ્રિજ સામે રોડ પરથી પસાર થતા બાઈક નંબર GJ 03 DQ 6243 ને પૂર ઝડપે આવતા ડમ્પર નંબર GJ 13 AW 2654 ના ચાલકે બેદરકારી દાખવી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં બાઈક ચાલક હરીભાઈ કરશનભાઈ સાડમીયા તથા સાહેદ બનેસિંહ બાબુલાલને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ આ બનાવમાં ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….






