
ત્રણ દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરાઇ…

વાંકાનેર શહેરની ભાગોળે ભાટિયા સોસાયટીમાં બિરાજમાન શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નવનિર્મિત મંદિરોમાં શ્રી કસ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રી જલારામબાપા, શ્રી પરશુરામ ભગવાન તથા રણછોડદાસ બાપુની મૂર્તિનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ધાર્મિક વિધિવિધાન સાથે તમામ દેવોને મંદિરમાં સ્થાપના કરવામાં આવ્યા હતા. પ્રતિષ્ઠા વિધિ પ્રધાનાચાર્ય ગોપાલભાઈ પંડ્યાના આચાર્ય પદે ૧૧ ભૂદેવો દ્વારા હવનમાં ત્રણ દિવસ સુધી સર્વ જીવ હિતાર્થે આધિ વ્યાધિ ઉપાધિના નાશ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અપાઈ હતી….
મહોત્સવમાં ચાર કુંડી હોમાત્મક હવન કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય યજમાન પંડ્યા પરિવારના મુકેશ નરોત્તમભાઈ પંડ્યા તથા હેતલ મુકેશકુમાર પંડ્યા દ્વારા કસ્ટ ભંજન હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા માટે પૂજન અર્ચન સાથે પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી સાથે જ બીજા યજમાનો દ્વારા જલારામબાપા , શ્રી પરશુરામ ભગવાન તથા રણછોડદાસ બાપુની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં પૂજન કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા વિધિના અંતે ચારેય યજમાનો સાથે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ, સેવા મંડળના સભ્યો આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં બીડુ હોમાયું હતું. પ્રતિષ્ઠા વિધિ બાદ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન પંડ્યા પરિવારના મોભી પ્રવિણભાઇ નરોત્તમભાઈ પંડ્યાનું શ્રી ગંગેશ્વર મહાદેવ સમિતિના ટ્રસ્ટી કોટકભાઈ દ્વારા સ્મૃતિચિહ્ન આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું..

આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ, નાગાબાવાજી મંદિરના મહંત, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના વિશાલભાઈ પટેલ આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સન્માન કાર્યક્રમના અતિથિ વિશેષ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા પ્રદેશ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રગ્નેશભાઇ પટેલ , વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, પૂર્વ શહેર ભાજપ મહામંત્રી કે. ડી. ઝાલા , ભાજપ અગ્રણી ચેતનગિરિ ગોસ્વામી નગર સેવક જીગ્નેશભાઈ નાગ્રેચા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




