
વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામ નજીક રોડ પરથી બાઈક લઈને પસાર થતાં એક વૃદ્ધને પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રક ડમ્પરના ચાલકે સાઈડમાંથી ઓવરટેક કરતી વેળાએ ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હોય, જેમાં ટ્રકના પાછળના વ્હીલ વૃદ્ધના શરીર પર ફરી વળતા તેમનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક વૃદ્ધના પુત્રએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામ નજીક રોડ પરથી પસાર થતા બાઇક નં. GJ 03 CK 6192 ની પાછળ પુરપાટ ઝડપે આવતા ટ્રક નં. GJ 12 BV 8468 ના ચાલકે બાઇકને ઓવરટેક કરતી વેળાએ સાઈડમાંથી ઠોકરે ચડાવતાં બાઇક ચાલક કાનજીભાઈ મેરૂભાઈ સરાવાડીયા (ઉ.વ. ૫૯, રહે. બોકડથંભા)ના શરીર પર ટ્રકના પાછળના વ્હીલ ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવમાં ટ્રક ચાલક વિરુદ્ધ મૃતક વૃદ્ધના પુત્ર જયેશભાઈએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….




