
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં વાડીએ કપાસ વિણવાનું મજૂરી કામ કરતા ખેત શ્રમિક પરિવારના આઠ મહિનાના માસુમ બાળકને માતા-પિતાએ વાડીના શેઢે ટ્રેક્ટરની બાજુમાં છાયામાં સુવડાવેલ હોય, ત્યારે અન્ય બાળકો ટ્રેક્ટર સાથે રમત કરતાં હોય, દરમિયાન અચાનક ટ્રેક્ટર રડી પડતા આગળ સુતેલા માસુમ બાળક પર ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળતા તેનું કરુણ મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે ઇરફાનભાઈ કડીવારની વાડીએ ઓરડીમાં રહી ખેત મજુરી કરતા મુળ દાહોદના વતની ખેત શ્રમિક પરિવારના હુમલાભાઈ ભગુભાઈ માવી અને તેના પત્નિ તથા અન્ય મજુરો પીપળીયા રાજ ગામની સીમમાં રઝાકભાઇ અલીભાઇ માથકીયાની વાડીએ કપાસ વીણતા હોય, જેમાં બંને પતિ-પત્નિએ તેમના આઠ મહિનાના બાળક કિર્તનને વાડીના શેઢે પડેલ ટ્રેકટરના આગળના ભાગે નીચે જમીન ઉપર છાયામાં બેસાડેલ હોય,

દરમ્યાન હુમલાભાઈની દિકરીઓ તથા અન્ય મજુરના છોકરાઓ ટ્રેકટર ઉપર રમતા હોય, દરમ્યાન અકસ્માતે ટ્રેકટર રડી પડતા કિર્તનના શરીર ઉપર ટ્રેક્ટરના તોતિંગ ટાયર ફરી વળતા બાળકનું કરુણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….





