
વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ખીજડીયા ગામના બોર્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઇક ચાલકને રોકવા પ્રયત્ન કરતા બાઇક ચાલક બાઇક લઇને ગામ તરફ નાસી ગયો હોય, જેનો પીછો કરતા બાઇક ચાલક એક રહેણાંક મકાન બહાર બાઇક મુકી અંદર ઘુસી જતા પોલીસે સ્થળ પર પહોંચી મકાનની તલાશી લેતા મકાનના ફળિયામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી, જેથી પોલીસે સ્થળ પરથી દેશી દારૂની ભઠ્ઠી તેમજ વિદેશી દારૂનો બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
પોલીસે આ બનાવમાં આરોપી નિલેશભાઈ રવજીભાઈ સોલંકી (ઉ.વ. ૨૯, રહે. ખીજડીયા)ની દેશી દારૂની ભઠ્ઠીના સાધનો તથા દારૂનો જથ્થો, 6 નંગ વિદેશી દારૂની બોટલો, એક બાઇક નં. GJ 36 AG 9981 સહિત કુલ રૂ. 40,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં અન્ય આરોપી સાગરભાઈ રવજીભાઈ સોલંકી ની પણ સંડોવણી ખુલતા પોલીસે બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી સાગરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





