
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ ક્યુટોન સિરામિક ફેક્ટરીમાં કરૂણ ઘટના સામે આવી છે, જેમાં ફેક્ટરી કમ્પાઉન્ડમાં કાર રિવર્સ લેતી વેળાએ ચાલકે બેદરકારી દાખવી પાછળ રમતી 14 મહિનાની શ્રમિક પરિવારની માસૂમ બાળકી કાર નીચે કચડી નાંખતા બાળકીનું કરૂણ મોત થયું છે. જેથી આ બનાવમાં બાળકીના પિતાએ કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ગામની સીમમાં આવેલ ક્યુટોન સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા મુળ મધ્યપ્રદેશના વતની ફરિયાદી જીતેન્દ્રભાઈ સુપરસિંહ અજનારેએ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની 14 મહિનાની પુત્રી આયુષી ગત તા. ૨૦ની સાંજે ફેક્ટરીના કમ્પાઉન્ડમાં અન્ય બાળકો સાથે રમતી હોય,
ત્યારે ફેક્ટરીમાં કામ અર્થે આવેલ કાર નં. GJ 07 AR 0014 ના ચાલકે બેદરકારી દાખવી પાછળ જોયા વગર કાર રિવર્સમાં લેતી વેળાએ આયુષીને કાર નીચે કચડી નાખી હતી, જેથી તાત્કાલિક બાળકીને સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ મોરબી અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ મામલે કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….





