
વિડિયો જોવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…
વાંકાનેર તાલુકાના માટેલ ગામે છેલ્લા ઘણા સમયથી ઉપલા પરા વિસ્તારમાં પિવાના પાણી અંગે સ્થાનિક ગ્રામજનો સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, ત્યારે આ મામલે આજરોજ રજૂઆત કરવા માટે ગયેલ ગ્રામજનો સાથે સરપંચ દ્વારા અયોગ્ય અને દાદાગીરીભર્યું વર્તન કરવામાં આવ્યું હોય, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે…..


પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામજનોએ જ્યારે પીવાના પાણી બાબતે સરપંચને રજૂઆત કરી ત્યારે ઉશ્કેરાઇ જઇ સરપંચે “જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો, પાણી તો નહીં જ આવે” જેવી અશોભનિય અને બેદરકાર વાતો કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સરપંચની આ વાતચીતનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે….

રજુઆત કરવા આવેલ લોકોનું વર્તન ઉદ્ધતાઈ ભર્યું અને અશોભનીય હોય, જેની ઉગ્ર પ્રતિક્રિયા આપી હોય, છતાં પાણી પુરૂ પાડવું એ અમારી ફરજ છે, તે દિશામાં કામ ચાલુ છે : સરપંચ
આ મામલે સરપંચનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તાર ઉંચાઈમાં આવતો હોય, જેથી પાણીની સમસ્યા સર્જાય રહી છે, જે મામલે આજે સ્થાનિક લોકો રજૂઆત કરવા માટે આવેલ હોય, ત્યારે તેમાંથી કેટલાક લોકોએ ઉદ્ધતાઈ ભર્યું અશોભનીય વર્તન કરેલ હોય, જેની મે પ્રતિક્રિયા આપી છે. છતાં આ મામલે પાણી પુરૂં પાડવું એ અમારી ફરજ છે, જે દિશામાં ગ્રામ પંચાયત કામ કરી રહી છે, તેમ સરપંચ મુન્નાભાઈએ જણાવ્યું છે….




