
વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે બિરાજમાન દેવાધીદેવ શ્રી ગંગેશ્વર મહાદેવજી મંદિર પરિસરમાં ગંગેશ્વર મિત્ર મંડળના અથાણ પ્રયત્નો તથા ઉત્સાહી શિવભક્તોના ઉત્સાહથી શ્રી પરશુરામ ભગવાન, શ્રી જલારામ બાપા, શ્રી રણછોડદાસ બાપુની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય, જેથી આ અવિસ્મરણીય પ્રસંગોમાં ઉપસ્થિત રહેવા તમામ ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે…..


આજરોજ મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રિદિવસીય આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત્ત, મંડપ પ્રવેશ, શ્રી ગણપતિ પૂજન, જલયાત્રા, આરતી, રાસ ગરબા, નગરયાત્રા, સંતવાણી, મૂર્તિન્યાસ, પ્રાણ પ્રતિષ્ઠા, મહપૂજા, અભિષેક, મૂર્તિ સ્થાપના, ધ્વજારોહણ તથા સાધુ સંતો, આમંત્રિત મહેમાનો તથા દાતાઓનું શાહી સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



