
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે સરતાનપર રોડ પર દરોડો પાડી સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાંથી 29 બોટલ વિદેશી દારૂ તથા 144 નંગ બિયરના ટીન સાથે એક ઈસમને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન સરતાનપર ગામની સીમમાં સેન્સો ચોકડી નજીક કમાન્ડર સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં વિદેશી દારૂ અંગે દરોડો પાડી 29 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૩૭,૫૦૦) તથા 144 નંગ બિયરના ટીન (કિંમત રૂ ૨૦,૨૮૦) તેમજ એક મોબાઈલ સહીત કુલ રૂ. 62,780ના મુદ્દામાલ સાથે આરોપી રાકેશભાઇ માનિકચંદ યાદવને ઝડપી લીધો હતો. જે દારૂનો જથ્થો આપનાર આરોપી પ્રવીણ શીવાભાઈ જોગરાજીયાનું નામ ખુલતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





