

વાંકાનેર રેલ્વે નજીક આજરોજ રવિવારે રાજકોટ તરફથી આવતી અને વલણપુર જતી ગુડ્સ ટ્રેન હડફેટે આવી જતા એક અજાણ્યો 35 વર્ષિય યુવાન ઇજાગ્રસ્ત થયો હોય, જેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જેમાં યુવકને માથાના ભાગે ઇજા પહોંચતા પોતાની ઓળખાણ ભુલી ગયેલ હોય, જેથી ઉપરોક્ત ફોટા વાળા યુવાનની કોઇને ઓળખ મળે તો તાત્કાલિક વાંકાનેર રેલ્વે પોલીસનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે….






