
વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની તથા વાંકાનેર કોર્ટના પૂર્વે સિનિયર ક્લાર્ક અને હાલ મોરબી કોર્ટમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં ભગીરથસિંહ હરદેવસિંહ ઝાલાની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ–મોરબી ખાતે ડેપ્યુટી રજિસ્ટાર તરીકે બઢતી સાથે નિમણૂક કરવામાં આવી છે...


લાંબા સમયથી ન્યાયિક વિભાગમાં નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક ફરજ બજાવતા ભગીરથસિંહ ઝાલાની કામગીરીને ધ્યાને લઈ તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ બઢતીથી ખેરવા ગામ તેમજ વાંકાનેર તાલુકામાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ભગીરથસિંહ ઝાલાની આ સિદ્ધિ બદલ મિત્રો, સગા–સંબંધીઓ, સહકર્મીઓ અને ગ્રામજનો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહેતો થયો છે…





