Sunday, December 28, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી સંપન્ન : રસપ્રદ ચુંટણી જંગ બાદ પ્રમુખ, ઉપપ્રમુખ,...

    વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી સંપન્ન : રસપ્રદ ચુંટણી જંગ બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સહિતના હોદેદારોની વરણી કરાઇ…

    સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બાર એસોસિયેશનની ચુંટણીઓ યોજાતી હોય છે, જે અનુસંધાને આજરોજ વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી યોજાઈ હતી, જેમાં દરેક પદ માટે ભારે રસપ્રદ બનેલ આ ચુંટણીમાં સવારે મતદાન બાદ બપોરે મતગણતરી હાથ ધરવામાં આવી હતી….

    આજરોજ જાહેર થયેલ વાંકાનેર બાર એસોસિયેશનના ચુંટણી પરિણામોમાં કુલ 92 મતોમાંથી 86 વકીલોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોય, જેમાં પ્રમુખ તરીકે મયુરસિંહ એસ. પરમાર, ઉપપ્રમુખ તરીકે મુળજીભાઈ આર. સોલંકી, સેક્રેટરી તરીકે ફારૂકભાઈ ખોરજીયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે નૌતમ પી. દેગામા વિજેતા જાહેર કરાયા છે, જ્યારે ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની બિનહરીફ વરણી કરવામાં આવી છે…

    બાર એસોસિયેશન ચુંટણી પરિણામો…

    પ્રમુખ પદ ઉમેદવાર :
    ૧). પરમાર મનદિપસિંહ એસ. (વિજેતા) – 46 મત
    ૨). શાહ પ્રિત એસ. – 39 મત
    ઉપપ્રમુખ પદ ઉમેદવાર :
    ૧). સોલંકી મુળજીભાઈ આર. (વિજેતા) – 50 મત
    ૨). શેરસીયા શિરાકમુદીન એમ. – 35 મત

    સેક્રેટરી પદ ઉમેદવાર
    ૧). ખોરજીયા ફારૂક એસ. (વિજેતા) – 73 મત
    ૨). વોરા મિનાક્ષીબેન કે. – 13 મત
    જોઇન્ટ સેક્રેટરી પદ ઉમેદવાર :
    ૧). નૌતમભાઈ દેગામા (વિજેતા) – 49 મત
    ૨). બજાણી કલ્પનાબેન એસ. – 32 મત

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!